Canada’s 2021 elections :  કેનેડાની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપના આરોપોની સત્તાવાર તપાસમાં બહાર આવ્યું છે કે ભારતે કેનેડાના રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે કેનેડામાં 2021ની ચૂંટણીઓ પર દેખરેખ રાખતી વરિષ્ઠ કેનેડિયન અધિકારીઓની પેનલને રાષ્ટ્રીય ચૂંટણીઓને પ્રભાવિત કરવાના ભારતના કોઈપણ પ્રયાસો વિશે જાણ કરવામાં આવી ન હતી.

જો કે, સત્તાવાર તપાસમાં મળેલી જુબાની અનુસાર, કેનેડાની ગુપ્તચર એજન્સીને જાણવા મળ્યું છે કે કેનેડામાં યોજાયેલી છેલ્લી બે ચૂંટણીઓમાં ચીને હસ્તક્ષેપ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ ભારત અને પાકિસ્તાન પર 2019 અને 2021માં કેનેડામાં યોજાયેલી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. વડા પ્રધાન જસ્ટીડ ટ્રુડોની લિબરલ પાર્ટીએ 2019 અને 2021 બંને ચૂંટણી જીતી હતી. હકીકતમાં, ચીનની સંભવિત ભૂમિકા અંગેના મીડિયા અહેવાલોથી નારાજ વિપક્ષી ધારાસભ્યોના દબાણ હેઠળ, ટ્રુડોએ વિદેશી હસ્તક્ષેપની તપાસ માટે એક કમિશનની રચના કરી હતી.

ટ્રુડો આજે આ કેસમાં પેનલ સમક્ષ હાજર થશે. ભારતે અગાઉ આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ નહીં કરવાની તેની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે, “અમે કેનેડિયન કમિશન ઓફ ઈન્ક્વાયરી અંગેના મીડિયા અહેવાલો જોયા છે… કેનેડાની ચૂંટણીમાં ભારતીય દખલગીરીના આવા તમામ પાયાવિહોણા આરોપોને અમે સખત રીતે નકારીએ છીએ.”

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે, “અમે કેનેડિયન કમિશન ઓફ ઈન્ક્વાયરી અંગેના મીડિયા અહેવાલો જોયા છે… કેનેડાની ચૂંટણીમાં ભારતીય દખલગીરીના આવા તમામ પાયાવિહોણા આરોપોને અમે સખત રીતે નકારીએ છીએ.” તેમણે કહ્યું હતું કે, “અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલગીરી કરવી એ ભારત સરકારની નીતિ નથી. ઉલટું થઈ રહ્યું છે. કેનેડા જ અમારી આંતરિક બાબતોમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.”

વિદેશી દખલગીરી અંગે કેનેડાની તપાસને કારણે બંને દેશો વચ્ચેના પહેલાથી જ વણસેલા સંબંધો વધુ વણસ્યા છે.

Share.

Leave A Reply

Exit mobile version