ભારતે ૨૦૧૯માં અમેરિકાના લગભગ અડધા ડઝન ઉત્પાદનો પર લાદેલી વધારાની ડ્યુટી હટાવી દીધી છે.
અમેરિકાએ ભારતના કેટલીક સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટો પર ટેરિફ વધારી હતી, જેના જવાબમાં ભારતે પણ વધારાની ડ્યુટી લાદી દીધી હતી. ભારતે ૨૦૧૯માં અમેરિકાના પગલાના જવાબમાં તેના ૨૮ ઉત્પાદનો પર વધારાની ડ્યુટી લાદી હતી.
દરમિયાન ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં યોજાનાર જી૨૦ શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન આવવાના છે. જાેકે તે પહેલા ભારતે ૧૨ અમેરિકી ઉત્પાદનો પર વધારાની લાદેલી ટેરિફ હટાવી દીધી છે. નાણાં મંત્રાલયના ૫મી સપ્ટેમ્બરના નોટિફિકેશનમાં ૧૨ અમેરિકી ઉત્પાદનો પર ડ્યુટી હટાવવાની જાણકારી અપાઈ છે.

આ ઉત્પાદનોમાં ચણા, દાળ (મસૂર), સફરજન, છાલવાળી અખરોટ, તાજી અથવા સુકેલી બદામ તેમજ છાલવાળી બદામનો સમાવેશ થાય છે.કરાર મુજબ ભારતે ચણા પર ૧૦ ટકા, મસૂર પર ૨૦ ટકા, પ્રતિ કિલો તાજી અને સૂકી બદામ પર ૭ રૂપિયા, પ્રતિ કિલો છાલવાળી બદામ પર ૨૦ રૂપિયા, અખરોટ પર ૨૦ ટકા અને તાજા સફરજન પર ૨૦ ટકા ડ્યૂટી દૂર કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનિય છે કે, ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં ૯ અને ૧૦મી સપ્ટેમ્બરે જી૨૦ શિખર સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન, બ્રિટનના રાષ્ટ્રપતિ ઋષિ સુનક સહિત વિશ્વના ઘણા દેશોના વડાઓ સામેલ થઈ રહ્યા છે. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સંમેલનમાં ભાગ નહીં લે…

Share.

Leave A Reply

Exit mobile version