જ્યારે પણ આકાશના રંગની વાત આવે છે, ત્યારે ‘વાદળી’ રંગ આપણા મગજમાં સીધો જ આવે છે. કારણ કે સામાન્ય રીતે આકાશનો રંગ વાદળી હોય છે. પરંતુ શું તમે ક્યારેય આકાશનો રંગ ગુલાબી થતો જાેયો છે?આવુ જ કંઇક થયુ છે, બ્રિટેનના કેન્ટમાં. જ્યાં ગુરુવારે સવારે રહસ્યમય રીતે આકાશ ગુલાબી રંગનું થઇ ગયુ અને ચમકવા લાગ્યુ હતુ. આ સીન બિલકુલ સાય-ફાઈ ફિલ્મ જેવો હતો. આકાશનો રંગ ગુલાબી જાેઇને કેન્ટના લોકો ગભરાઈ ગયા હતા. ત્યાંના લોકોને એવું પણ લાગ્યું કે કદાચ દુનિયા ખતમ થવા જઈ રહી છે અથવા એલિયન્સે હુમલો કર્યો છે. ચોંકી ઉઠેલા સ્થાનિક લોકોએ આ ઘટના પાછળ શું કારણ હોઈ શકે તેવી અટકળો શરૂ કરી દીધી હતી. સૂર્યોદય પહેલા લેવાયેલી તસવીરોમાં આકાશ ખૂબ જ અસામાન્ય દેખાઇ રહ્યું છે.

વેસ્ટગેટમાં બેથનીના સેન્ડવિચ બાર અને કાફેની બહાર લીધેલા ફોટાઓમાં આકાશ સંપૂર્ણપણે ગુલાબી રંગમાં ફેરવાઇ ગયું હતું. આ તસવીરો ઓનલાઈન શેર કરતી વખતે એક વ્યક્તિએ મજાકમાં કહ્યું કે, “મને લાગ્યું કે આ દુનિયાનો અંત થઈ રહ્યો છે, હું ચાર ઘોડેસવારોને શોધી રહ્યો હતો. અનેક અફવાઓ અને અટકળો વચ્ચે આ ઘટના પાછળનું સાયન્ટિફિક કારણ સામે આવ્યું હતું. હકીકતમાં ૪૦૦ મિલિયન ટામેટા ઉગાડતી એક કૃષિ કંપનીએ આ કૃત્રિમ પ્રકાશ છોડ્યો હતો. કેન્ટલાઇવના એક રિપોર્ટ મુજબ, થાનેટ અર્થ એ એક મોટી ઈન્ડસ્ટ્રીયલ કંપની છે, જે થોનેટ ઓઇલ પર બિર્ચિગટનમાં સ્થિત છે.

આ દેશનો સૌથી મોટો ગ્રીનહાઉસ કેમ્પસ છે, જે ૯૦ એકર જમીનને કવર કરે છે. થાનેટ અર્થ વેબસાઇટ અનુસાર આ વિશાળ ગ્લાસહાઉસોથી દર વર્ષે અંદાજે ૪૦૦ મિલિયન ટામેટાં, ૩૦ મિલિયન કાકડીઓ અને ૨૪ મિલિયન મરચાનું ઉત્પાદન કરે છે. અમે દક્ષિણ પૂર્વ વિસ્તાર પસંદ કર્યો કારણકે અહિં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ રહે છે અને તે અહીં છોડને વધુ વૃદ્ધિ કરવામાં ફાયદો કરાવે છે. જાેકે શિયાળાના સમયમાં હજી પણ અહિં સમસ્યાઓ રહે છે અને આ છોડો ગરમી અને પ્રકાશ આપવા માટે આ પ્રકારની આર્ટિફિશિયલ લાઈટ આપવામાં આવે છે. થાનેટ અર્થના એક પ્રવક્તાએ કહ્યું કે એક જવાબદાર સ્થાનિક વ્યવસાય તરીકે અમે સતત ચકાસતા રહીએ છીએ કે અમારો બિઝનેસ આસપાસના લોકો પર કેવી અસર કરે છે. તમામ પાસાંઓને ચકાસીને જ અમે ચોક્કસ હવામાન પરિસ્થિતિઓ દરમિયાન કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કરીએ છીએ. લાઇટ ચાલુ થયા પછી અમે અમારા ગ્લાસહાઉસમાં બ્લાઇંડ્‌સ ઇન્સ્ટોલ કરીને છોડને યોગ્ય માત્રામાં પ્રકાશ પ્રદાન કરીએ છીએ. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે થાનેટ અર્થમાં ઓછું ઉત્સર્જન કરતી ગુલાબી ન્ઈડ્ઢ લાઇટ્‌સનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેને ઘોસ્ટબસ્ટર્સ કહેવાની કોઈ જરૂર નથી.

Share.

Leave A Reply

Exit mobile version