ઈઝરાયેલ-હમાસ વચ્ચે ૧૮ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલે પણ હમાસને ખતમ કરવાની સોગંધ ખાઈ સતત બોંબમારો ચલાવી રહ્યું છે. બંને દેશો તરફથી એકબીજા વિરુદ્ધ ભારે ખુંવારી સર્જાઈ રહી છે. ઈઝરાયેલી સૈનિકોએ ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે, તો ઈઝરાયેલી સેનાને જવાબ આપવા હમાસે મોટી ફોઝ તૈનાત કરી હોવાનો દાવો કર્યો છે. જાેકે ગ્રાઉન્ડ એટેક શરૂ થાય તે પહેલા હમાસે બાનમાં લીધેલા લોકોને છોડવા ઈઝરાયેલ સમક્ષ મોટી ડિમાન્ડ મુકી છે, જેને ઈઝરાયેલે પણ ઈન્કાર કરી દીધો છે.

યુદ્ધ વચ્ચે હમાસે સોદાબાજી શરૂ કરી દીધી છે અને બે નાગરિકતા ધરાવતા ૫૦ બંધકોને છોડવા ઈઝરાયેલ સમક્ષ ડિમાન્ડ મુકી છે. હમાસે ઈઝરાયેલ સમક્ષ ફ્યુલ સપ્લાયની ડિમાન્ડની માંગ કરી છે, જાેકે ઈઝરાયેલે ઈન્કાર કરી દીધો છે. ઈઝરાયેલે કહ્યું કે, ૨૨૦ બંધકોને છોડી દીધા બાદ જ ઈંધણ સપ્લાય મંજૂરી આપશે.

દરમિયાન ૭મી ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં ૧૪૦૦થી વધુ લોકોના મોત થયા, ત્યારબાદ હમાસે સેંકડો ઈઝરાયેલીઓ અને વિદેશી નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેને હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાં રાખ્યા છે. જાેકે કેટલાક બંધકોને છોડી દેવામાં આવ્યા છે અને હજુ પણ ૨૨૦ નાગરિકો હમાસના કબજામાં છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટીમાં જવાબી કાર્યવાહી કરી હતી. ઈઝરાયેલે ગાઝા પટ્ટીની નાકાબંધી કરતા અનાજ, પાણી અને ઈંધણની સપ્લાય પણ અટકાવી દીધી. આવી સ્થિતિમાં હમાસ ૫૦ બંધકો છોડવા બદલ ઈંધણ સપ્લાય શરૂ કરવાની ઈઝરાયેલને ડિમાન્ડ કરી રહ્યો છે.

એક વરિષ્ઠ રાજદ્વારી અધિકારીને ટાંકીને ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલમાં જણાવાયું છે કે, કતાર અને ઈજિપ્તના માધ્યમથી ઈઝરાયેલ-હમાસ વચ્ચે ૫૦ બંધકોનો છોડવાની વાતચીત ચાલી રહી છે. અગાઉ ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું હતું કે, હમાસે ગાઝામાં ઈંધણની મંજૂરી આપવા બદલ બે નાગરિકતા ધરાવતા ૫૦ નાગરિકોને છોડી દેશે, તેવી ડિમાન્ડ ઈઝરાયેલ સમક્ષ મુકી છે. એવું મનાય છે કે, તમામ ૨૨૦ બંધકો હમાસના કબજામાં નથી, કારણ કે અગાઉ પેલેસ્ટાઈની ઈસ્લામિક જિહાદે દાવો કર્યો હતો કે, તેની પાસે ૩૦ બંધકો છે. ઈસ્લામિક જિહાદના આતંકવાદીઓ પણ ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલામાં સામેલ થયા હતા.
ઈઝરાયેલી ચીફ ઓફ સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ ગરજી હલેવીએ સ્પષ્ટ કહી દીધું છે કે, અમે ગાઝા પટ્ટી પર વિમાની હુમલા ચાલુ રાખીશું. તેમણે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલી સેના ગ્રાઉન્ડ ઓપરેશન માટે સંપૂર્ણ તૈયાર છે. ગાઝા પટ્ટીની ચારે તરફ ઈઝરાયેલી સેનાની નજર છે.

એક તરફ ઈઝરાયેલી સેના ગ્રાઉન્ડ એટેક કરવાની તૈયારીમાં છે, તો બીજી તરફ હમાસે ગાઝામાં તેના ૩૫ હજાર આતંકવાદીઓ તૈનાત હોવાનો દાવો કર્યો છે. ઈઝરાયેલી સેનાએ હમાસને સંપૂર્ણ ખતમ કરવાની વાત કહી છે.

Share.

Leave A Reply

Exit mobile version