પેલેસ્ટાઈનનો હિસ્સો મનાતા ગાઝા પટ્ટીનું સંચાલન કરનારા આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કરાયા બાદથી યુદ્ધની સ્થિતિ જાેવા મળી રહી છે. તેમાં ઇઝરાયલમાં મોટાપાયે જાનહાનિ થયા બાદથી ઈઝરાયલે આતંકી સંગઠન હમાસનો ખાત્મો કરવાના સોગંદ લઈ લીધા છે ત્યારે હવે હવાઈ હુમલા બાદ ઈઝરાયલની આર્મી પણ ગાઝામાં પ્રવેશી ગઈ છે.

બખ્તરિયા વાહનો અને ટેન્કો સાથે ઈઝરાયલી આર્મીને ગાઝામાં પ્રવેશતી જાેઈ શકાય છે. ઈઝરાયલે પહેલાંથી જ ૧૧ લાખ ગાઝાવાસીઓને બીજા સુરક્ષિત સ્થાનોએ ખસી જવા ચેતવણી આપી દીધી છે, જેની સામે ખુદ યુએનએ ચિંતા વ્યક્ત કરતાં ઈઝરાયલને આ કાર્યવાહી રોકી દેવા અપીલ કરી હતી.

બીજી બાજુ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે અમારા ભૂમિદળ અને ટેન્કોએ શુક્રવારે ગાઝાપટ્ટીમાં ઘૂસીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ તો ફક્ત શરૂઆત જ છે. અમે હમાસનો ખાત્મો કરીને જ રાહતના શ્વાસ લઈશું. જાેકે ગાઝાના લોકોને સ્થળાંતરિત કરી જવાનું કહેવાયું હોવા છતાં લોકો હવે બીજે ક્યાંય જવા તૈયાર નથી અને તેઓ અંતિમ શ્વાસ સુધી ઈઝરાયલનો સામનો કરવા તૈયારી બતાવી રહ્યા છે. તેઓએ તેને મનોવૈજ્ઞાનિક યુદ્ધ ગણાવ્યું છે.

Share.

Leave A Reply

Exit mobile version