દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર નેતાથી લઈને અભિનેતા બધા બાપ્પાની ભક્તિમાં ડૂબેલા છે. સામાન્ય લોકો પણ ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની પૂજા કરી રહ્યાં છે. દેશમાં તમામ જગ્યાએ આ ઉત્સવ ચાલી રહ્યો છે. બોલીવુડ સેલિબ્રિટીઓથી લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વચ્ચે તમને ગણપતિના એક એવા મહિમા વિશે જણાવી રહ્યાં છીએ, જેનાથી ઘણા લોકો અજાણ છે.

તમે ભારતના પ્રસિદ્ધ ગણેશ મંદિરોની પરિક્રમા કરતા ગજાનનના ઘણા રૂપોના દર્શન કર્યા હશે. મુંબઈના સિદ્ધિવિનામયકથી લઈને પુણેના મયૂરેશ્વર અને સવાઈમાધોપુરના ત્રિનેત્‌ ર ગણપતિથી લઈને જયપુરના મોતીડૂંગરીના ગણેશ જીનો મહિમા તમે સાંભળ્યો હશે. પરંતુ શું તમે કોઈ એવા મંદિર કે જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં એક સક્રિય જ્વાળામુખીના મોઠા પર છે. જાે નહીં તો અમે તમને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં ૭૦૦ વર્ષ જૂની ગણેશનીની એક પ્રતિમા જ્વાળામુખીના મોઢા પર બિરાજમાન છે.

અહીં દર વર્ષે હજારો શ્રદ્ધાળુ ગણપતિના દર્શન કરવા આવે છે. આ પ્રતિમા વિદેશી પ્રવાસીઓની જિજ્ઞાસાનું પણ પ્રતિક છે. જ્વાળામુખીના મુખ પર સ્થિત આ પ્રતિમા એવું લાગે છે કે જાણે ભગવાન ગણેશ સ્વયં જ્વાળામુખીથી લોકોની રક્ષા કરી રહ્યા હોય. તમને જણાવી દઈએ કે, જ્વાળામુખીની નજીક રહેતા લોકોને તાનાગર કહેવામાં આવે છે, આ લોકો પોતાની મૂર્તિની સાથે ભગવાન ગણેશની આ મૂર્તિની દરરોજ પૂજા પણ કરે છે.

ઈન્ડોનેશિયન ડોટ કોમમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે કેટલાક લોકો તેને સ્વયંભૂ સ્થાપિત મૂર્તિ ગણાવે છે તો કેટલાક તેને ઈન્ડોનેશિયાના નિવાસિઓના પૂર્વજાેના પૂજા-પાઠથી જાેડીને જુએ છે. આ મૂર્તિ જે પર્વત પર સ્થાપિત છે, તેનું નામ માઉન્ટ બ્રોમો છે, જેની ગણના દેશના પવિત્ર સ્થળોમાં થાય છે. આ પર્વતનું નામ ભગવાન બ્રહ્માના નામ પર રાખવામાં આવ્યું છે. આ જ્વાળામુખી બ્રોમો ટેનેગર સેમેરૂ નેશનલ પાર્કમાં હાજર છે. અહીં રહેલા વર્ષો જૂના મંદિરોને જાેઈને સમજી શકાય છે કે આ દેશના લોકો પણ હિન્દુ ભગવાનો અને દેવી-દેવતાઓમાં પોતાની અતૂટ શ્રદ્ધા રાખે છે.

Share.

Leave A Reply

Exit mobile version