RBI : ભારતીય રિઝર્વ બેંકે વિવિધ નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ પાંચ સહકારી બેંકો પર કુલ રૂ. 60.3 લાખનો દંડ ફટકાર્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકને 43.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ‘અન્ય બાબતો ઉપરાંત ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સ પરના નિયંત્રણો અંગે રિઝર્વ બેંકની સૂચનાઓનું પાલન ન કરવા માટે કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય બેંકે કાંગડા કો-ઓપરેટિવ બેંક (નવી દિલ્હી), રાજધાની નગર કો-ઓપરેટિવ બેંક (લખનૌ) અને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, ગઢવાલ (કોટદ્વાર, ઉત્તરાખંડ) પર 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક (દેહરાદૂન) પર 2 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.