યુદ્ધના મેદાનમાં એકબીજા સામે લડી રહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધનો મામલો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચી ગઈ છે.
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) હવે આ મામલે સુનાવણી કરશે. આજે જ આ મામલે સુનાવણી શરૂ થશે. યુક્રેને ગત વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ રશિયાના હુમલાના થોડા દિવસો બાદ જ આઈસીજેસમક્ષ આ મામલો ઊઠાવ્યો હતો. યુક્રેનનું કહેવું છે કે રશિયાને હુમલાને ન્યાયોચિત ગણાવીને આંતરરાષ્ટ્રીય કાયદાની મજાક બનાવી છે. યુક્રેનના આ આરોપ સામે રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનમાં નરસંહારને રોકવા માટે તેના પર હુમલો કરવાનો ર્નિણય લીધો હતો. હવે રશિયા તેના આ દાવાને આઈસીજેસમક્ષ રજૂ કરશે.

ગત વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને વિશેષ સૈન્ય અભિયાનના નામે યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. ત્યારથી બંને દેશો વચ્ચે જંગ થઈ રહી છે. રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેનમાં નરસંહાર થઇ રહ્યું છે અને આ અમારી જવાબદારી છે કે અમે તે લોકોને બચાવીએ. રશિયા ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ આ કેસને ફગાવી દે. આ મામલે ૨૭ ડિસેમ્બર સુધી સુનાવણી થશે. યુક્રેનને આ વર્ષે માર્ચમાં આઈસીજેદ્વારા મોટી રાહત મળી હતી કેમ કે શરૂઆતના આદેશમાં રશિયાને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી રોકવાનો આદેશ અપાયો હતો. જાેકે રશિયા એમ પણ કહે છે કે આ મામલે કોઈપણ આદેશ જારી કરવો આઈસીજેના અધિકાર ક્ષેત્રમાં નથી. જ્યારે યુક્રેન કહે છે કે આ મામલે આઈસીજેદખલ કરી શકે છે. યુક્રેનના આ તર્કને ૩૨ જેટલા દેશોએ સમર્થન આપ્યું હતું.

Share.

Leave A Reply

Exit mobile version