આફ્રિકન દેશ સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પર રવિવારે મોડી રાત્રે ટેકઓફ કરતી વખતે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ચાર જવાનો સહિત નવ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં એક બાળકીને ઈજા થઈ છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુદાનની સેનાએ કહ્યું હતુ કે વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના થઈ છે. ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યાર પછી તેને ઉતારવાનો ર્નિણય લેવામાં આવ્યો. ૧૫ એપ્રિલના રોજ સશસ્ત્ર દળો અને પ્રતિસ્પર્ધી અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સીસ (કૈરો) વચ્ચે લડાઈ શરૂ થઈ ત્યારથી ઉત્તર આફ્રિકાના દેશમાંથી ભાગી રહેલા પ્રવાસીઓ, રાજદ્વારી મિશનના સભ્યો અને સુદાનના નાગરિકો માટે અહીંનું એરપોર્ટ મુખ્ય સેન્ટર બની ગયું છે. આ લડાઈ રવિવારે તેના ૧૦૦માં દિવસે પ્રવેશી. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે હિંસામાં ઓછામાં ઓછા ૧,૧૩૬ લોકોના મોત થયા છે. એક અંદાજ મુજબ ૩૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે, તેમાંથી સાત લાખ લોકો પડોશી દેશો ઇજિપ્ત, ચાડ અને દક્ષિણ સુદાન પહોંચી ગયા છે.

Share.

Leave A Reply

Exit mobile version