અમેરિકાના ફ્લોરિડામાં વિનાશક વાવાઝોડાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાને ઇડાલિયા નામ આપવામાં આવ્યું છે જે ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહ્યું છે, અને તે વધુ તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાને કારણે ૧૦૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઇડાલિયા આજે દક્ષિણ જ્યોર્જિયા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે.
અમેરિકાના ફ્લોરિડામાં ઇડાલિયા વાવાઝોડાની તીવ્રતાને જાેતા વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસને દરિયાકિનારાની નજીક રહેતા લોકોને ભારે પવન અને પૂરના જાેખમથી બચવા માટે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી કરી છે. અધિકારીઓએ સીડર ટાપુના રહેવાસીઓને ચેતવણી આપી છે કે ઇડાલિયાથી તોફાન ખૂબ વધારે ઘાતક હોઈ શકે છે. લગભગ ૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે.

વહીવટીતંત્રે અહીં રહેતા ૯૦૦ પરિવારોને તોફાનથી બચવા માટે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરી છે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોએ શક્ય તેટલી વહેલી તકે દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા જાેઈએ અને સુરક્ષિત સ્થળોએ જવું જાેઈએ.ઈડાલિયા વાવાઝોડાના કારણે પ્રશાસને દક્ષિણ કેરોલિનામાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠે પહોંચતા પહેલા આ વાવાઝોડાની ઝડપ વધુ વધશે. હાલ વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Share.

Leave A Reply

Exit mobile version