અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે કેદીઓની અદલા બદલી થઈ છે.
અમેરિકાના પાંચ નાગરિકોને ઈરાને મુક્ત કર્યા બાદ તેઓ તહેરાનથી રવાના થયા હતા. જાેકે ઈરાને કહ્યુ છે કે, અમેરિકાએ ઈરાનની ફ્રીઝ કરી રાખેલી ૫૦૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ મુકત થશે તે પછી કેદીઓ અમેરિકાને સોંપવામાં આવશે. હાલમાં આ પ્રોપર્ટીનો હવાલો કતારને આપવામાં આવ્યો છે.મળતી વિગતો પ્રમાણે અમેરિકાના કેદીઓ કતાર પહોંચશે અને અમેરિકા દ્વારા ઈરાનની પ્રોપર્ટી મુકત કરાશે તે બાદ કેદીઓ અમેરિકાને સોંપી દેવાશે.

અમેરિકન પ્રમુખ બાઈડને કહ્યુ હતુ કે, ઈરાનમાં કેદ અમેરિકાના પાંચ નાગરિકો આખરે પોતાના વતન પાછા ફરી રહ્યા છે. કતારમાં અમેરિકાના રાજદૂતે તેમની સાથે મુલાકાત પણ કરી છે.જાેકે જાણકારોનુ કહેવુ છે કે, કેદીઓની અદલા બદલીનો અર્થ એ નથી કે બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ ઓછી થઈ રહી છે.બંને દેશો વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ટકરાવ યથાવત છે.
દરમિયાન ઈરાનના એક અધિકારીએ કહ્યુ હતુ કે, ઈરાનની દક્ષિણ કોરિયામાં રહેલી પ્રોપર્ટી હવે દેશા નિયંત્રણમાં આવી જશે.ઈરાનમાં જેમને બંદી બનાવ્યા હતા તે પાંચ કેદીઓ અમેરિકાને સોંપી દેવામાં આવશે.

Share.

Leave A Reply

Exit mobile version