ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલુ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાયેલી સરકારેરિઝર્વ સૈનિકોને બોલાવ્યા છે અને આ સૈનિકોએ તેમના દેશની સુરક્ષામાટે બંદૂકો હાથમાં લીધી છે તે વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના પુત્ર યાયરની ચર્ચા પણ થઈ રહી છે અને સૈનિકો વડાપ્રધાનને આકરા સવાલો પુછી રહ્યા છે કે તમારો પુત્ર ક્યાં છે.
એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાનનો ૩૨ વર્ષિય પુત્ર યાયર અમેરિકામાં મજા માણી રહ્યો હોવાથી તેની ભારે ટીકા થઈ રહી છે. એક તરફ હમાસ સામે ૪ લાખ જેટલા યુવાનો પોતાનો જીવ જાેખમમાં મુકીને યુદ્ધ લડી રહ્યા છે ત્યારે બીજી તરફ નેતન્યાહુનો પુત્ર પોતાનો જીવ બચાવીને એપ્રિલમાં જ અમેરિકાના ફ્લોરિડામાં આરામદાયક જીવન જીવી રહ્યો હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે.

ઈઝરાયેલના એક સૈનિકે કહ્યું હતું કે યાયર મિયામી બીચ પર પોતાની જીવનનો આનંદ માણી રહ્યો છે અને હું ફ્રન્ટલાઈન પર ઉભો છું.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમે એવા લોકો છીએ જેઓ અમારું કામ, અમારું કુટુંબ અને અમારું ઘર છોડીને દેશની સુરક્ષા માટે લડી રહ્યા છીએ અને અમારા ભાઈઓ, અમારા પિતા અને બાળકો આ સમયે ફ્રન્ટલાઈન પર છે પરંતુ યાયર અહીં નથી. આ ઉપરાંત અન્ય એક સૈનિકે પણ ચિંતા વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે વડાપ્રધાનનો પુત્ર ક્યા છે? અને તે ઈઝરાયેલમાં કેમ નથી? ઈઝરાયેલીઓ માટે આ એક ક્ષણ છે અને વડાપ્રધાનના પુત્ર સહિત આપણે બધા અહીં હોવા જાેઈએ.

એક રિપોર્ટ અનુસાર યાયર આ વર્ષમાં એપ્રિલમાં ફ્લોરિડા ગયો હતો અને આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ૩૨ વર્ષીય વ્યક્તિની એક તસવીર વાયરલ થઈ રહી છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઈઝરાયેલના વડાપ્રધાન પુત્ર યાયરનો છે જે બીચ પર મજા માણી રહ્યો છે. જાે કે હજુ સુધી આ વાયરલ થયેલી તસવીર યાયરની છે કે નહીં તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

Share.

Leave A Reply

Exit mobile version