દુનિયામાં એવા કેટલાય વૈજ્ઞાનિક છે, જે પોતાની શોધમાં ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જવા તૈયાર થઈ જાય છે. ત્યારે જ તેમને સફળતા પ્રાપ્ત થાય છે. કેટલાય લોકોએ પોતાની જાતને મહિનાઓ સુધી રુમમાં બંધ કરીને ફક્ત રિસર્ચ જ નહીં પણ ખાવા-પીવાનું ત્યાગ કરી દીધું. પણ હાલમાં જાપાનમાંથી એક વૈજ્ઞાનિક ખૂબ જ ચર્ચામાં છે, જેમણે શોધના નામ પર કંઈક એવું કર્યું છે, જેને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે. આ શખ્સે ૧ વર્ષ સુધી ચકલીનું મહોરું પહેરીને બેઠો છે. તેની પાછળનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે. ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર યુનિવર્સિટી ઓફ ટોક્યોના અસોશિએટ પ્રોફેસર તોશીતાકા સુઝુકીએ હાલમાં જ પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં એક સહ કર્મી એટલે કે સાથી પ્રોફેસરનો છે. ફોટોમાં મજેદાર વાત એ છે કે, તેમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે, તેણે પક્ષીનું મહોરું પહેરી રાખ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ તસ્વીર જાપાનના નાગાનો પર્ફેક્ચરમાં પાડેલી છે. અહીં આ પ્રોફેસર પક્ષીઓ પર રિસર્ચ કરી રહ્યા હતા. પ્રોફેસર સુઝુકીએ જણાવ્યું કે, તેમના સાથી પ્રોફેસર ટિટ્‌સ ચકલી પર શોધ કરી રહ્યા હતા. તે આ પક્ષીઓ સાથે દોસ્તી કરવા માગતા હતા.

તેના કારણે તેમણે પક્ષીનું મહોરું પહેરીને જંગલમાં જતાં હતા અને પક્ષીને પોતાના તરફ આકર્ષિત કરતા હતા. તેમની આ શોધ લાંબા સમય સુધી ચાલી. આપને વિશ્વાસ નહીં આવે પણ એક વર્ષ સુધી તેઓ પક્ષીઓનું મહોરું પહેરીને આવતા હતા. વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે, પક્ષીઓ માણસના ચહેરા ઓળખી શકે છે. જ્યારે તેઓ માણસને જુએ છે, ત્યારે તેઓ કલરવ કરવાનું છોડી પરેશાન થવાનો અવાજ કાઢે છે. તેમને લાગ્યુ કે ટિટ્‌સ ચકલીના બ્લેકલિસ્ટમાં તેઓ પણ આવી ચુક્યા છે. એટલા માટે તેણે આ મહોરું પહેરવાનું શરુ કર્યું. આવું કરીને તેઓ પક્ષીના અવાજ પર શોધ કરવા માગતા હતા. રિપોર્ટમાં જણાવ્યું છે કે, વૈજ્ઞાનિક પહેલા પક્ષીઓના માળામાં જઈને બચ્ચા પર રિસર્ચ કરતા હતા અને માળાની ખૂબ જ નજીક આવીને તેના અવાજ પર રિસર્ચ કરતા હતા. પણ ચકલીઓ તેનો ચહેરો ઓળખી જતી અને ચિસો પાડવા લાગતી હતી. તેના કારણે તેમણે મહોરું પહેરવાનું શરુ કર્યું. પણ શું હવે તેઓ સફળ થયા? પ્રોફેસર સુઝુકીએ જણાવ્યું કે, તેમના સહકર્મી આ વૈજ્ઞાનિકનો એક્સપેરિમેન્ટ એકદમ ફેલ થઈ ગયું. મહોરું પહેરીને જતાં હતા તેમ છતાં પણ પક્ષી તેમને ઓળખી જતાં અને ચિસો પાડવા લાગતી હતી.

Share.

Leave A Reply

Exit mobile version