રવિવારે સવારે અમેરિકાના અલાસ્કા પેનિનસુલા ક્ષેત્રમાં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)ના પ્રારંભિક અહેવાલ મુજબ, ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધી જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. અમેરિકામાં ભૂકંપના આંચકાના કારણે અલાસ્કા ટાપુ પર તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૨ માપવામાં આવી હતી. અલાસ્કામાં રવિવારે ૭.૨ની તીવ્રતા સાથે આવેલા મોટા ભૂકંપ બાદ આ વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

અમેરિકાની નેશનલ વેધર સર્વિસ મુજબ ભૂકંપનું કેન્દ્ર અલાસ્કાના સેન્ડ પોઈન્ટથી ૫૫ માઈલ દૂર હતું. સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦.૪૮ કલાકે આ શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ બાદ ૯૦ મિનિટ સુધી અલાસ્કામાં સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો હતો. જાે કે આ સમય પુરો થયા બાદ સુનામીનો ભય પણ ખતમ થઈ ગયો હતો. નેશનલ વેધર સર્વિસે સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી છે. ટ્‌વીટ કરીને તેણે આ માહિતી શેર કરી કે હવે સુનામીનો ખતરો ટળી ગયો છે. હવે કોઈપણ વિસ્તારમાં સુનામીનો ખતરો નથી. પરંતુ દ્ગઉજી એ લોકોને એક એડવાઈઝરી જારી કરીને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે. એ પણ કહ્યું કે હવે ભલે સુનામી ન આવે, પરંતુ ઘણા વિસ્તારોમાં સમુદ્રનું સ્તર વધી શકે છે.

Share.

Leave A Reply

Exit mobile version