અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટી તરફથી પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી રહેલા ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીનુ કહેવુ છે કે, ભારત અને અમેરિકાના મજબૂત સબંધ અમેરિકાની ચીન તેમજ તાઈવાન પરની ર્નિભરતા ખતમ કરી શકે છે.તેમણે ભારત, દક્ષિણ કોરિયા અને જાપાન સાથે અમેરિકાએ સબંધો મજબૂત કરવા જાેઈએ તેવુ આહ્વાન કર્યુ હતુ. તેમનુ માનવુ છે કે, અમેરિકા આજે ચીન પર આર્થિક રીતે ર્નિભર છે પણ ભારત સાથે મજબૂત સબંધો હશે તો અમેરિકાને ચીન પર આધાર નહીં રાખવો પડે. અમેરિકાએ ભારત સાથે આંદામાન સાગરમાં મજબૂત સૈન્ય સહયોગ પણ રાખવાની જરુર છે. જાે જરૂર પડી તો ભારત મલક્કા સ્ટ્રેટની પણ નાકાબંધી કરવા સક્ષમ છે. આ રૂટ પરથી ચીનને મોટાભાગનુ ઓઈલ સપ્લાય થતુ હોય છે.
રામાસ્વામીએ કહ્યુ હતુ કે, અમેરિકા સેમી કન્ડકટર માટે તાઈવાન પર આધાર રાખે છે.

જ્યાં સુધી અમેરિકા આ ક્ષેત્રમાં બીજાે કોઈ વિકલ્પ ના શોધે ત્યાં સુધી અમેરિકાએ તાઈવાનની ચીન સામે સુરક્ષા કરવી જ રહી. સાથે સાથે તાઈવાને પોતાની સેનાને મજબૂત કરવા પર ધ્યાન આપવાની જરૂર છે.રામાસ્વામીના નિવેદનોની અમેરિકામાં હવે નોંધ લેનારા લોકોની સંખ્યા વધી રહી છે. તાજેતરમાં ટીવી ચેનલ પરની ડિબેટમાં પણ રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પને બાદ કરતા બીજા જેટલા પણ ઉમેદવારો છે તેમા રામાસ્વામીનુ પ્રદર્શન સારું હોવાનુ કહેનારા લોકોની સંખ્યા વધારે હતી. ટ્રમ્પે આ ડિબેટમાં હિસ્સો નહોતો લીધો.રામાસ્વામીના સમર્થકોનુ કહેવુ છે કે, તેઓ એક માત્ર એવા ઉમેદવાર છે જેમણે અમેરિકા તાઈવાનની રક્ષા કરશે તેવુ સ્પષ્ટપણે કહ્યુ છે.

Share.

Leave A Reply

Exit mobile version