નાની વેદમાં રહેતા ૨૨ વર્ષીય મૂળ સુરતના રહેવાસી યુવકની ૪ પુરુષોએ લાજ લૂંટી લીધી છે. આ ચોંકાવનારી ઘટના પાછળ ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન છે. જેમાં સ્વાઈપ કરવું યુવકને મોંઘુ પડ્યું અને મિત્રતા માટે જેને મળવા ગયો એ પુરુષે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઓનલાઈન એપ્લિકેશનમાં યુવક માત્ર ફ્રેન્ડશિપ કરવા માટે રિક્વેસ્ટ મોકલી રહ્યો હતો. ત્યારે આની મુલાકાત એક શખસ સાથે થઈ અને પછી બંને રોજ વાતો કરવા લાગ્યા હતા. આ કિસ્સો ત્યાંથી જ શરૂ થયો હતો. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે સુરતના યુવક સાથે સિંગાપોરમાં તબરેઝ ટેઈલર, શૌકત દેવજી, અબ્દુલ અને ઈમરાન એમ ચાર શખસોએ મળીને ન કરવાનું કર્યું હતું. ચલો આપણે સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ.

સપ્ટેમ્બર મહિનામાં ૨૨ વર્ષીય યુવક ઓનલાઈન એપ્લિકેશન પરથી મિત્રો શોધી રહ્યો હતો. તે સ્વાઈપ લેફ્ટ અને રાઈટ તેની પસંદ પ્રમાણે કરી રહ્યો હતો. તેવામાં ઘણા બધા લોકો સાથે તેનો ઓનલાઈન વાતચીત શરૂ થઈ અને મેસેજ આવવા લાગ્યા હતા. તેમણે પસંદ અને નાપસંદ શેર કરી અને પછી એકબીજાનાં નંબર એક્સચેન્જ કરી દીધા હતા. રાતભર બંને મિત્રો એકબીજા જાેડે વાતો કરતા હતા. આ સમયે યુવકને પણ સારુ ફિલ થવા લાગ્યું કે અજાણ્યા દેશમાં કોઈક તો મળ્યું જેની સાથે મિત્રતા કરી હરી ફરી શકશે.
૧૦ દિવસ સુધી લગભગ એકબીજા જાેડે વાતો કર્યા પછી બંનેએ મળવાનું પ્લાનિંગ શરૂ કર્યું. ૨ ઓક્ટોબરે બંને મિત્રોને સરળતા રહે તેવો ટાઈમિંગ પસંદ કર્યા પછી યુવકે સિંગાપોરના એક કેફેમાં મળવાનું પસંદ કર્યું હતું. અહીં આ યુવક અને તેનો પુરુષ મિત્ર ટાઈમસર પહોંચી ગયો હતો અને પછી જીવન અને સુખ દુખની વાતો કરવા લાગ્યા હતા. થોડા કલાકો સુધી ત્યાં બેસ્યા પછી આ બંને મિત્રા ગાડીમાં બેસીને ફરવા લોન્ગ ડ્રાઈવ પર નીકળ્યા હતા. બંને વચ્ચે વાતચીત થઈ અને તેણે ફાર્મમાં લઈ જવા માટે મનાવી લીધો હતો. જ્યારે તેમની ગાડી ફાર્મ સુધી પહોંચી અને એક સુમસાન જંગલ જેવો વિસ્તાર આવ્યો કે તરત જ આ શખસે ગાડી રોકી અને સુરતના યુવકને કહ્યું હું કહું એમ કરજે નહીંતર મજા નહીં આવે. જાેકે યુવક ગભરાઈ ગયો કારણ કે સિંગાપોર નવો જ દેશ હતો તેના માટે અને અચાનક એક પુરુષ મિત્રએ જ તેની સાથે અભદ્ર માગણી કરી એટલું શું કરવું એ પણ ખબર નહોતી પડી.

સુરતનો યુવક ગભરાઈ ગયો અને બોલ્યો કે ના હો ભાઈ હું આવું બધું નહીં કરું. હું પુરુષ સાથે શરીર સંબંધ ન રાખી શકું. તેવામાં ઓનલાઈન સાઈટ પરથી મિત્ર બનેલો શખસ ભડકી ગયો અને તેણે ૩ બીજા લોકોને બોલાવી લીધા હતા. આ સમયે ચારેય લોકોએ મળીને સુરતના યુવકની સાથે ન કરવાનું કર્યું હતું. તબરેઝે ત્યારપછી પોતાની કામુક ઈચ્છા સંતોષી અને બીજા ૩ લોકોએ આનો વીડિયો ઉતાર્યો હતો. જ્યારે યુવકે પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવ્યું તો એમાંથી એક બોલ્યો કે હું જ પોલીસ અધિકારી છું. તારે મને ૩૦ હજાર રૂપિયા ( કન્વર્ટ કર્યા છે ) આપવા પડશે તો જ આ વીડિયો અમે વાયરલ નહીં કરીએ.

જ્યારે બીજી બાજુ યુવક પાસે આટલા રૂપિયા નહોતા તો તેણે અન્ય મિત્રોને પણ ત્યાં બોલાવી લીધા હતા. આ સમયે ૧૫ હજાર ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યા જ્યારે બાકીના રોકડ લેવા માટે ૪ શખસોએ સુરતના યુવકને લૂંટી માર્યો હતો. તેનો મોબાઈલ અને વોલેટમાં જેટલા પણ રોકડ હતા બધી લઈને આ લોકો ફરાર થઈ ગયા હતા. થોડા દિવસો પછી આ શખસોનો ફરીથી ફોન આવ્યો હતો જેમાં તેઓ યુવકનો તેના પુરુષ મિત્ર સાથે ગાડીમાં જે વીડિયો બનાવ્યો હતો તે લીક કરવાની ધમકી આપી રૂપિયાની ખંડણી કરતો હતો. જેથી યુવકે સિંગાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ત્યારપછી વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ થઈ અને આરોપીઓને પકડવા તજવીજ કરાઈ હતી.

Share.

Leave A Reply

Exit mobile version