રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી ય્૨૦ સમિટમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે નહીં. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન પર યુક્રેનમાં યુદ્ધ અપરાધોનો આરોપ લગાવતા ધરપકડ વોરંટ જારી કર્યું છે, જેનો અર્થ છે કે વિદેશમાં મુસાફરી કરતી વખતે તેમની ધરપકડ થવાનું જાેખમ છે. પુતિને વિડિયો લિંક દ્વારા બ્રિક્સ નેતાઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી જી-૨૦ સમિટમાં વ્યક્તિગત રીતે હાજરી આપવાની કોઈ યોજના નથી. ક્રેમલિને શુક્રવારે આ જાણકારી આપી.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) એ પુતિન પર યુક્રેનમાં યુદ્ધ અપરાધોનો આરોપ લગાવતા ધરપકડ વોરંટ જારી કર્યું છે. મતલબ કે વિદેશમાં મુસાફરી કરતી વખતે તેમની ધરપકડ થવાનું જાેખમ રહેલું છે. જાેકે, ક્રેમલિને આ વાતને નકારી કાઢી છે.
આ અઠવાડિયે પણ, પુતિને દક્ષિણ આફ્રિકામાં ઉભરતી અર્થવ્યવસ્થાઓના બ્રિક્સજૂથના નેતાઓની બેઠકમાં હાજરી આપી હતી, વ્યક્તિગત રૂપે નહીં પરંતુ વીડિયો લિંક દ્વારા.

નેતાઓની બેઠકને સંબોધતા પુતિને પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં રહેતા લોકો સામે યુદ્ધ છેડ્યું છે. રશિયા આ યુદ્ધનો અંત લાવવા માંગે છે.
પુતિને એમ પણ કહ્યું કે પશ્ચિમી દેશો દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે. તેની ઈચ્છાને કારણે યુક્રેનમાં ગંભીર સંકટ ઉભું થયું છે. તેમણે કહ્યું કે રશિયા તેમની સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને ભવિષ્ય માટે લડતા લોકોને સમર્થન આપશે.

Share.

Leave A Reply

Exit mobile version