બ્રાઝીલથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક મહિલાને ભૂલમાં જીવતી જ દફનાવી દેવામાં આવી હતી. જે ઘણા દિવસો સુધી તાબુતમાં બેસુધ પડી રહી હતી. આ દરમિયાન મહિલાએ પોતાને બહાર નીકાળવા માટે ઘણી મહેનત કરી હતી. બાદમાં તેની ચીસો સાંભળીને લોકોએ તેને ૧૧ દિવસ બાદ કબરમાંથી જીવતી બહાર નીકાળી હતી. જાેકે બાદમાં તેનું મોત નીપજ્યું હતું. ખરેખરમાં વર્ષ ૨૦૧૮માં કબર ખોદીને મહિલાને બહાર નીકાળવામાં આવી તો તેની ફરિયાદ પોલીસને મળી હતી. પોલીસ ત્યારે આ મામલાની તપાસ કરી રહી હતી. હવે ઘણા વર્ષો બાદ દંગ કરી નાંખે તેવું સત્ય સામે આવ્યું છે.

આ મહિલાની ઓળખ ૩૭ વર્ષીય રોસાંગેલા મલ્મેડા ડોસ સૈંટોસ તરીકે થઇ છે. એવી જાણકારી પણ સામે આવી રહી છે કે, પૂર્વેત્તર બ્રાઝીલના દાસ નેવેસમાં એક કબ્રિસ્તાનમાં દફનાવેલ એક તાબૂત બહાર નીકાળવામાં આવ્યું તો તેમાથી લોહી મળી આવ્યું હતું. આથી અંદાજાે લગાવવામાં આવી રહ્યો છે કે, મહિલાએ પોતાને બહાર નીકાળવા માટે ઘણી બૂમો પાડી હતી. પરંતુ તેની મદદ કરનાર કોઇ નહતું. આ દરમિયાન તેની કલાઇમાં ઇજા પણ પહોંચી હશે. રિપોર્ટ અનુસાર, કબ્રિસ્તાનની આસપાસ રહેનારા લોકોએ રિયાચાઓના પરિવારને જણાવ્યું કે, તેની કબ્રથી બૂમો અને ચીસો સંભળાતી હતી. ત્યારે પરિવારજનો તે કબ્રિસ્તાન પાસે પહોંચ્યા અને દફનાવેલા તાબૂતને લોકોની મદદથી બહાર નીકાળવામાં આવ્યું. જ્યારે તાબૂતનું ઉપરનું ઢાંકણું હટાવવામાં આવ્યું તો તેની અંદર રિયાચાઓ જીવતી મળી હતી. જેના પછી મહિલાને તરત જ હોસ્પિટલ લઇ જવાઇ હતી.

રિયાચાઓના હાથ અને પગ પર ઇજાના નિશાન હતા. માનવામાં આવી રહ્યું છે કે, તેને તાબૂતથી બહાર નીકળવા માટે ઘણી મહેનત કરી હતી. જાેકે તેની હાલત એટલી ખરાબ હતી કે તેનું આગામી દિવસે જ મોત નીપજ્યું. તમને જણાવી દઇએ કે, રિયાચાઓ પરિણીત હતી. તેને કોઇ બાળકો ન હતા. તેને સાત વર્ષની ઉંમરથી જ ચક્કર આવવાની સમસ્યા હતા. જેના કારણે તે દવાઓ પણ લઇ રહી હતી. જેના કરાણે જ તે એક દિવસ બેભાન થઇ ગઇ હતી. જેના પછી લોકોએ તેને મૃત સમજીને દફનાવી દીધી હતી. જાેકે વર્ષ ૨૦૧૮માં મહિલાનું ડેથ સર્ટિફિકેટ બન્યું હતું, જેમાં જણાવાયું હતું કે તેનું મોત બે વખત હાર્ટ એટેક અને અંગોના ફેલ થવાના કારણે થયુ છે.

Share.

Leave A Reply

Exit mobile version